કલા, કારગીરી અને કૌશલ્યને ઉજાગર કરતું મેગેઝીન

બાબા બાગેશ્વરની સનાતન સેતુ
હનુમંત કથા સાથે દિવ્ય દરબાર ભરાશે

પત્રકાર પરિષદમાં માહિતી આપતા શ્રી કિશોરભાઈ ખંભાયતા (કુવેળા) :
રેસકોર્ષ ગ્રાઉન્ડ પર ૫ થી ૭ જૂન કાર્યક્રમ આયોજન

દેશ અને વિદેશમાં સનાતન ધર્મનો ધ્વજ ફરકાવતા રહેલા બાગેશ્વર ધામ (છતરપુર, એમ.પી.) ના પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી (બાબા બાગેશ્વર) આવતા મહિને તા. ૫, ૬ અને ૭ જૂનના રોજ રાજકોટ આવી રહ્યા છે અને રાજકોટના રેસકોર્ષ મેદાનમાં દરરોજ સાંજે ૭:૩૦ વાગ્યે સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે રાજકોટના આંગણે ૩ વર્ષ બાદ યોજાઈ રહેલા ઐતિહાસિક આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બાબા બાગેશ્વરની સનાતન સેતુ હનુમંત કથા સાથે દિવ્ય દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમ સર્કિટ હાઉસ ખાતેની પત્રકાર પરિષદમાં આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ખંભાયતા (કુવેળા) એ જણાવ્યું હતું.

Leave a Comment

और पढ़ें